GPSC Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC ) દ્વારા કુલ 300 રાજ્ય વેરા નિરીક્ષક પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે જેની ઉમેદવારો પાસેથી GPSC OJAS Portal પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે.
GPSC Recruitment 2024
જાહેરાત ક્રમાંક : ૨૮/૨૦૨૪-૨૫, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ સંવર્ગની નીચે દર્શાવેલ કુલ-૩૦૦ જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે Online અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે http://gpsc-ojas.gujarat.gov.in પર તા.૧૨/૦૮/૨૦૨૪ (બપોરના ૧૩:૦૦ કલાક) થી તા.૩૧/૦૮/૨૦૨૪ (રાત્રિના ૧૧:૫૯ કલાક) સુધીમાં અરજી કરવાની રહેશે. પસંદગીની પ્રક્રિયા માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે. નોંધ : (૧) આ જગ્યાઓ માટે પ્રાથમિક કસોટી (Preliminary Test) સંભવત : ડિસેમ્બર-૨૦૨૪ માં યોજવામાં આવશે. (૨) પ્રાથમિક કસોટી (Preliminary Test)નું પરિણામ સંભવત : મે-૨૦૨૫ માં પ્રસિદ્ધ કરવામાં આવશે.
GPSC Recruitment 2024 : વયમર્યાદા
અરજી કરવાની છેલ્લી તારીખ અર્થાત તારીખ ૩૧/૦૮/૨૦૨૪ ના રોજ ઉમેદવારે ૨૦ (વીસ) વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ અને ૩૫ (પાંત્રીસ) વર્ષ પૂરા કરેલ ન હોવા જોઈએ. ઉપલી વયમર્યાદામાં નીચે મુજબની છૂટછાટ મળવાપાત્ર છે.ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
GPSC STI Recruitment 2024 : પગાર ધોરણ
નાણા વિભાગના તા.૧૮/૧૦/૨૦૨૩ ના ઠરાવ ક્રમાંક : ખરચ/૨૦૦૨/૫૭/પાર્ટ-૪/ઝ.૧ મુજબ રૂ. ૪૯,૬૦૦/-ના માસિક ફિક્સ પગારથી પાંચ વર્ષ માટે તેમજ નાણા વિભાગના તા.૨૮/૦૩/૨૦૧૬ અને તા.૧૬/૧૦/૨૦૨૦ ના ઠરાવ ક્રમાંક : ખરચ-૨૦૦૨-૫૭-(પાર્ટ-૩)-ઝ.૧ ની શરતો અને બોલીઓને આધિન નિમણૂક આપવામાં આવશે. ઉમેદવારે પાંચ વર્ષ સંતોષકારક સેવા પૂર્ણ કર્યા પછી રૂ. ૩૯,૯૦૦/- થી રૂ. ૧,૨૬,૬૦૦/- પે મેટ્રીક્સના લેવલ-૭ ના પગારધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે.
GPSC રાજ્ય વેરા નિરીક્ષક ભરતી 2024 માટે અરજી કઈ રીતે કરવી ?
Gujarat Public Service Commission STI Bharti માટે અરજી કરવા માંગતા ઉમેદવારો નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- ઓનલાઈન અરજી કરવા માટે અધિકૃત વેબસાઈટ https://pgsc-ojas.gujarat.gov.in પર વિઝિટ કરો
- વેબસાઈટના મેન બાર માં અપ્લાય વિકલ્પ પર ક્લિક કરતા વિવિધ પોસ્ટની જાહેરાત તમને જોવા મળશે
- ઉમેદવારે GPSC – State Tax Inspector, Class-3 પોસ્ટ માટે અરજી કરવાની છે એ પોસ્ટની સામે એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહશે.
- હવે ફોર્મ આવી ગયું હશે જેમાં માંગેલ તમામ વિગતો ભરવાની રહશે અને ફોર્મ સબમીટ કરવાનું રહેશે. જેમાં આવેલ એપ્લિકેશન નંબર તમારે નોંધ કરી લેવાનો રહેશે