--ADVERTISEMENT--

Gujarat Rain Forecast: હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખોમાં ફરી એકવાર વરસાદ બોલાવશે ધબ ધબાટી

--ADVERTISEMENT--

Gujarat Rain Forecast: ઓગસ્ટના અંતમાં ગુજરાતમાં મેઘરાજાએ થોડો વરસાદ તો ક્યાંક મહેર વરસાવી છે.સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયું કેવું રહેશે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

--ADVERTISEMENT--

Gujarat Rain Forecast

જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે અત્યાર સુધીમાં ગુજરાતમાં સામાન્ય કરતાં 40 ટકા વધુ વરસાદ નોંધાયો છે.સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ અને તેનાથી વધુ વરસાદની અપેક્ષા છે. હવામાન વિભાગના હવામાનશાસ્ત્રી અભિમન્યુ ચૌહાણે રવિવારે ગુજરાતના હવામાનની આગાહી આપી હતી. જેમાં તેમણે કહ્યું કે દક્ષિણ ઓડિશામાં ડિપ્રેશન સર્જાયું છે, જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.

3 સપ્ટેમ્બર વરસાદની આગાહી

3 સપ્ટેમ્બરે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં ભારે વરસાદ અને રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

--ADVERTISEMENT--

આ પણ વાંચો-  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં ભરતી, જુઓ પગાર ધોરણ અને અરજી કરવાની માહિતી

4 સપ્ટેમ્બર વરસાદની આગાહી

4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં 5 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં તેમણે કહ્યું છે કે 2જીથી 4 સપ્ટેમ્બર દરમિયાન હવામાનમાં ફેરફાર જોવા મળશે. પહેલા કચ્છ-સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સિસ્ટમની અસર જોવા મળશે. જ્યારે બીજા તબક્કામાં 3જીથી 10મી સુધી ગુજરાતમાં ફરી પૂર આવશે. જેના કારણે કેટલીક જગ્યાએ 2 થી 8 ઈંચ વરસાદ પડવાની સંભાવના છે.

વડોદરા, આણંદ, મહેસાણા, અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના છે. જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે ત્યાં વરસાદની સંભાવના છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. આ સાથે તેમણે કહ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. સુરતના અનેક વિસ્તારોમાં 8 ઈંચથી વધુ વરસાદની શક્યતા છે.

આ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું

સૌરાષ્ટ્રના જામનગર અને દ્વારકામાં પણ ભારે વરસાદ પડી શકે છે. તેની અસર ભાવનગર અને જૂનાગઢમાં પણ જોવા મળશે. સપ્ટેમ્બર મહિનો ખાલી નહીં જાય, ભદ્રાવતી ભરાઈ જશે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના હવામાનશાસ્ત્રી રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર આજે 26 ઓગસ્ટના રોજ વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ સિવાય ગુજરાતના કેટલાક ભાગો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ તારીખે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના બાકીના તમામ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો-  વીવોનો T3 અલ્ટ્રા, જુઓ અપેક્ષિત કિંમત તેમજ પ્રોસેસર ની માહિતી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પ્રથમ સિસ્ટમ બનશે. આજે મધરાતથી હવામાનમાં પલટો આવશે. ગુજરાતમાં લુણાવાડામાંથી પસાર થઈને સાબરકાંઠા, પંચમહાલ, બનાસકાંઠા, રાધનપુર, ત્યારબાદ મહેસાણા, બેચરાજી, કડી, કલોલ, અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત વિરમગામ, લખતર, લીંબડી, ચોટીલા, થાન, રાજકોટ, જામનગરના કેટલાક ભાગો સુધી સિસ્ટમ પસાર થશે રાપર અને કચ્છના અન્ય ભાગોમાંથી પસાર થાય છે. 3જીથી 10મી સુધી વરસાદની શક્યતા રહેશે. આ ઉપરાંત સમી, હારીજ, ચાણસમા, સમી શંખેશ્વર, પાટણ વગેરેમાં વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 2 થી 6 ઈંચ વરસાદની શક્યતા છે. વડોદરા અને આણંદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. સુરત વગેરેના કેટલાક વિસ્તારોમાં 6 થી 8 ઈંચ વરસાદની શક્યતા છે.

અસ્વીકરણ ( Disclaimer ) : આ પેજ પર આપવામાં આવેલી માહિતી 100% સાચી હોવાની ગેરંટી અમે નથી આપતા., આ વેબસાઈટ પર માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ સ્ત્રોતો પરથી ભેગી કરી ને તમારા સુધી પહોંચાડવા નો પ્રયાસ કરવામાં આવેલ છે.

--ADVERTISEMENT--

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો