--ADVERTISEMENT--

Gujarat Teacher Badli Camp 2024: પ્રાથમિક શિક્ષક તેમજ વિદ્યાસહાયકની જિલ્લા આંતરિક બદલી અંગેની જાહેરાત, જુઓ સંપૂર્ણ માહિતી

--ADVERTISEMENT--

Gujarat Teacher Badli Camp 2024 : જિલ્લા/નગર શિક્ષણ સમિતિમાં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકની ઓનલાઈન પધ્ધતિ દ્વારા જિલ્લા આંતરિક બદલી અંગેની જાહેરાત વર્ષ ૨૦૨૪

--ADVERTISEMENT--

Gujarat Teacher Badli Camp 2024

જિલ્લા/મહાનગર/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક (ધો.૧ થી ૫) અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓ (ધો.૬ થી ૮ વિષયવાર) તમામ માધ્યમના શિક્ષક/વિદ્યાસહાયકોની જિલ્લા/મહાનગર/નગર શિક્ષણ સમિતિમાં આંતરિક બદલીઓ શિક્ષણ વિભાગના બદલી ઠરાવ ક્રમાંક: પીઆરઈ/૧૧૨૦૧૨/૬૨૧૦૯૫/ક (ભાગ-૧) તાઃ- ૧૧/૦૫/૨૦૨૩ અને ત્યારબાદના વખતોવખતના સુધારા ઠરાવની જોગવાઈઓ ધ્યાને લઈને જિલ્લામાં આંતરિક બદલી કરાવવા ઈચ્છતા શિક્ષક/વિદ્યાસહાયક પાસેથી નિયત નમુનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

પ્રાથમિક શિક્ષક ઓનલાઈન બદલી કેમ્પ 2024

તમામ જિલ્લા શિક્ષણ સમિતિઓ અને મહાનગરપાલિકા/નગરપાલિકાની શિક્ષણ સમિતિ હસ્તકના શિક્ષક/વિદ્યાસહાયક બદલી અંગેની ઓન-લાઈન અરજી તાઃ- ૦૧/૦૯/૨૦૨૪ ના ૧૨.૦૦ કલાક થી તાઃ- ૦૫/૦૯/૨૦૨૪ ના ૨૩.૫૯ કલાક દરમ્યાન આ કચેરીની વેબસાઈટ www.dpegujarat.in ઉપર મુકવામાં આવેલ સુચના મુજબ કરવાની રહેશે.

--ADVERTISEMENT--

આ પણ વાંચો-  OJAS Bharti 2024: સરકારી ભરતીમાં ફોર્મ ભરવાનું પોર્ટલ, આ રીતે અરજી કરો

જિલ્લા આંતરિક બદલી કેમ્પ 2024

૧જિલ્લા/મહાનગર/નગર શિક્ષણ સમિતિમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક (વિષયવાર) શાળાની ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી, આંતરિક બદલી અંગેની અરજી ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ તથા બદલી અંગેના પ્રવર્તમાન નિયમોની માહિતી www.dpegujarat.in વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

વિદ્યાસહાયક ઓનલાઈન બદલી કેમ્પ 2024

પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ઉપલબ્ધ ખાલી જગાઓ માટે બીજા રાઉન્ડની તારીખો વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે. એ મુજબ અરજી કરવાની રહેશે. તે અંગે અલગથી જાહેરાત આપવામાં આવશે નહી.વેબસાઈટ ઉપર આપેલી સુચનાઓ અનુસરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે તથા કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી આ વેબસાઈટ જોવાની રહેશે.

આ પણ વાંચો- રેલવે ભરતી 2024, 29 ઓગસ્ટ પહેલા અરજી કરી દો

શિક્ષણ વિભાગના તાઃ- ૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવના પ્રકરણઃ- G(13) માં કરવામાં આવેલ જોગવાઈ મુજબ જિલ્લા આંતરિક બદલી અંગેનો હુકમ કોઈ પણ સંજોગોમાં રદ કરવામાં આવશે નહી જે ધ્યાને લેશો.

--ADVERTISEMENT--

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો