Videsh Abhayash Loan 2024 : જુઓ કયા કયા ડોક્યુમેન્ટ જોઈશેવિદેશમાં અભ્યાસના સ્વપ્નને સાકાર કરતી યોજના એટલે ગુજરાત સરકારની “વિદેશ અભ્યાસ લોન“ સહાય યોજના – ગુજરાત સરકારે જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે ૪ % સાદા વ્યાજના દરે ૧૫ લાખની લોન આપવામાં આવે છે – નવસારી જિલ્લામાં આજદિન સુધી વિદેશ અભ્યાસ માટે કુલ 31 વિદ્યાર્થીઓને રૂ. 3.49 કરોડની લોન આપવામાં આવી છે.
Videsh Abhayash Loan 2024
આ યોજના હેઠળ ગુજરાત સરકારે જે વિધાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા જવા ઈચ્છતા હોય તેમને ૪ % સાદા વ્યાજના દરે ૧૫ લાખ “ વિદેશ અભ્યાસ લોન “ આપવામાં આવે છે. આ યોજના હેઠળ ગુજરાત રાજયના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ (SEBC) અને આર્થિક રીતે પછાતવર્ગ (EBC )ના વિધાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ લોન આપવામાં આવે છે. જેને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, ( વિકસતિ જાતિ ) નવસારી ની કચેરી દ્દારા સંચાલન કરવામાં આવે છે.
નવસારી જિલ્લા ખાતે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી ( વિ.જા ) નવસારી દ્વારા જિલ્લામાં વસતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ (SEBC) અને આર્થિક રીતે પછાતવર્ગ (EBC )ના વિધાર્થીઓન વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા જવા માટે “વિદેશ અભ્યાસ લોન“ આપવામાં આવે છે. નવસારી શહેરના રહેવાસી વિજયભાઇ ધનસુખભાઇ પરમાર પોતાની દિકરી ક્રિષ્ના વિજયભાઇ પરમારના વિદેશમાં જઈ ઉચ્ચ અભ્યાસ કરવાના સ્વપ્નને ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી “વિદેશ અભ્યાસ લોન” યોજના થકી સાકાર કરી શક્યા છે.
આ પણ વાંચો- OJAS Bharti 2024: સરકારી ભરતીમાં ફોર્મ ભરવાનું પોર્ટલ, આ રીતે અરજી કરો
વિદેશ અભ્યાસ લોન સહાય યોજના 2024
તેઓ ગુજરાત સરકાર અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ)ની કચેરી નવસારીનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે,”મારી દિકરી ભણવામાં હોંશિયાર હતી અને ફુડ મેન્યુફેકચરીંગ લાઇનમાં ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જઈ આગળનો અભ્યાસ પુર્ણ કરવા માગતી હતી. પરંતુ મારી આર્થિક પરિસ્થિતી એટલી સારી ન હતી કે, દિકરીને વિદેશ ભણવા માટે મોકલી શકું પરંતુ જયારે મને ગુજરાત સરકારની વિદેશ અભ્યાસ લોન” વિશે જાણકારી મળી ત્યારે તરત જ હું જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ)ની કચેરી નવસારી ખાતે ગયો અને આ યોજના વિશે વધારે માહિતી મેળવી ત્યાર બાદ મેં મારી દિકરી માટે આ યોજના થકી લોન લેવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ મેં આ યોજનામાં મને દિકરીના અભ્યાસ માટે 4% સાદા વ્યાજના દરે ૧૫ લાખ રૂપિયાની લોન મળી હતી. જેમાં એક જ હપ્તામાં ૧૫ લાખ રૂપિયા લોન મેળવી હતી. આ યોજના થકી આજે મારી દિકરી ક્રિષ્ના કેનેડા જઈ Operations Leaderships in Food Manufacturing લાઈનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસ પુર્ણ કર્યો છે. હાલ મારી દીકરી ક્રિષ્ના સારી રીતે કેનેડા ખાતે નોકરી કરી રહી છે. આજે અમારો પરિવાર ખૂબ જ ખુશ છે કે દિકરીનું વિદેશ જઈ ભણવાનું સ્વપ્ન અને વિદેશમાં જ નોકરીનું સ્વપ્નું પણ સાકાર થઈ ગયું.
વિજયભાઇ પરમારએ આપલે માહિતી
જે હું સરકારની સહાયથી બેવડી ખુશી વ્યક્ત કરું છું. વધુમાં વિજયભાઇ પરમાર જણાવે છે કે, દિકરીને વિદેશ ભણવા જવાના સ્વપ્નને સાર્થક કરવા ગુજરાત સરકારની આ યોજના ઘણી મદદરૂપ રહી છે. શહેરના બીજા વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન મળે અને આ યોજનાનો લાભ મેળવે તેવી આશા સહિત હું ગુજરાત સરકારનો ખુભ ખુભ આભાર વ્યક્ત કરું છું. આ યોજનાની લાભાર્થી ક્રિષ્ના પરમાર જણાવે છે કે, વિદેશ જઈ એજ્યુકેશન મેળવવું એ મારું સ્વપ્ન હતું અને જેને ગુજરાત સરકારની “વિદેશ અભ્યાસ લોન” દ્વારા સાકાર કરી શકી છું. આ વિદેશ અભ્યાસ અર્થે લોન સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ)ની કચેરી નવસારી દ્વારા મળી હતી. જેથી હું ગુજરાત સરકાર અને નવસારી જિલ્લાના વહિવટી તંત્ર સહિત સક્રિય અધિકારી/કર્મચારીઓનો ખુબ ખુભ આભાર માનું છું અને આ લોન મારા જેવા તમામ સ્ટુડન્ટ્સને મળવી જોઈએ કે જેથી તેઓ વિદેશ જઈને અભ્યાસ કરી શકે.
આ પણ વાંચો- JIO આપી રહ્યું છે તમારો પસંદગીનો મોબાઈલ નંબર, જુઓ બુક કરવાની માહિતી
નવસારી જિલ્લામાં કુલ 31 વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લીધો
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ .જા) ની કચેરીના અધિકારીશ્રી જયદીપ બી. ચૌધરીએ આ યોજના અંગે જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર દ્વારા સામાજીક શૈક્ષણિક રીતે પછાત વર્ગ, વિચરતી અને વિમુકત જાતિ, લઘુમતિઓ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ દિવ્યાંગો, વૃદ્ધો અને નિરાધારોના સશક્તિકરણ, સર્વાંગી વિકાસ અને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. નવસારી જિલ્લામાં આજદિન સુધી વિદેશ અભ્યાસ માટે કુલ 31 વિદ્યાર્થીઓને રૂ. 3.49 કરોડની લોન આપવામાં આવી છે. દરેક સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસમાં આગળ વધે તે માટે અનેક વિવિધ યોજનાઓ થકી વર્તમાન સરકાર સક્રિય પ્રયાસો દ્વારા લોકોના સપનાઓ સાકાર કરી રહી છે.